(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૧૧
મારા વતનના લોકોને સારામાં સારી સેવા મળી રહે તેનો મને ખૂબ જ આનંદ છે, જિલ્લાના સર્વ જ્ઞાતિના લોકોના સાથ સહયોગથી શાંતાબા મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલના સંચાલનમાં સફળતા તરફ જઈ રહ્યો છું. તેનો યશ સરકાર તેમજ અમરેલીની જનતાને આપું છું. તેમ અમરેલી શાંતાબા મેડિકલ કોલજેના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરાએ સિવિલ હોસ્પિટલનો વિધિવત રીતે ચાર્જ સંભાળતા વેળા જણાવેલ હતું ,
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પીપીપી યોજના અંતર્ગત રાજ્યમાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા માટેની યોજના મુકાયેલ હોઈ જેમાં અમેરલી વતની અને સુરત સ્થિત વસંતભાઈ ગજેરાએ અમરેલીમાં મેડિકલ કોલેજ શરૂ કરવા પીપીપી યોજના અંતર્ગત યોજનામાં દરખાસ્ત મૂકી હતી. જેમાં તેમને સરકાર દ્વારા મેડિકલ કોલેજ સ્થપવા પરવાનગી મળી જતા તેમણે યુદ્ધના ધોરણે મેડિકલ કોલેજનું બાંધકામ શરૂ કરી દીધેલ હતું અને અમરેલીની જનરલ હોસ્પિટલનો વહીવટ પણ સાંભળવા ગજેરા ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દીધેલ હતી જેમાં લોકોની આરોગ્ય સેવાઓ સારામાં સારી મળી રહે તેવા ઉમદા હેતુથી વસંતભાઈએ તાત્કાલિક આ કામ શરૂ કરી દીધેલ હતું ગઈકાલે તા.૧૦ રોજ તેમણે સિવિલ હોસ્પ્ટિલનો સંપૂર્ણ વહીવટ સંભાળી લીધેલ હતો અને સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં શાંતાબા મેડિકલ કોલેજના ડીન પી.ડી.વિઠલાણી દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધેલ હતો.