અમરેલી, તા.૨૨
ધારી તાલુકાના જીરા ગામે રહેતો અનિરૂદ્ધભાઇ અમકુભાઇ વાળા જીરા ગામની આથમણી સીમમાં આવેલ પોતાની વાડીએ હરિયાણા બનાવટનો ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવી વેચે છે તેવી ચોક્કસ બાતમી મળતાં અમરેલી એલસીબી સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં જીરા ગામની રાણાળો તરીકે ઓળખાતી આથમણી સીમમાં બાતમી વાળી જગ્યાએ અનિરૂદ્ધભાઇ અમકુભાઇ વાળાની વાડીએથી ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની ફેક્ટરી મળી આવેલ હતી. જેમાં હરિયાણા બનાવટની રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કી લખેલ ડુપ્લીકેટ દારૂ ભરેલ બોટલ નંગ-૧,૩૮૦, કિં.રૂ.૪,૧૪,૦૦૦/- તથા દારૂની બોટલો ભરવા માટેના ખાલી ખોખા, રોયલ સ્ટેગ ક્લાસિક વ્હિસ્કીના સ્ટીકર, બોટલ ઉપર મારવાના પ્લાસ્ટીકના ઢાંકણા, ઢાંકણા ઉપર મારવાના સીલના સ્ટીકર, મીનરલ વોટરની બોટલો, વ્હિસ્કી ભરવા માટેની ખાલી બોટલો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૪,૧૫,૨૦૦/-નો પ્રોહી. મુદ્દામાલ મળી આવતા તમામ મુદ્દામાલ કબજે કરેલ છે અને નાશી ગયેલ વાડી માલિક અનિરૂદ્ધભાઇ અમકુભાઇ વિરૂદ્ધ તળે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.