અમરેલી, તા.૧૦
અમરેલીમાં છેલ્લા ૩૫ વર્ષથી પત્રકાર તરીકે કામ કરતા અને લોકોમાં અનેરી ચાહના ધરાવનાર ભરત ભટ્ટનું કોરોનાથી સંક્રમિત થયા બાદ સારવારમાં મોત થતા જિલ્લાના પત્રકાર જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
અમરેલીના પીઢ પત્રકાર ભરતભાઈ પ્રભુદાસભાઇ ભટ્ટ (ઉ.વ.૬૫)નું આજરોજ કોરોનાના કારણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ભરતભાઈ ભટ્ટ થોડા દિવસ પહેલા કોરોનથી સંક્રમિત થતા સારવારમાં ખસડેલ હતા. ભરતભાઈ ૩૫ વર્ષથી પત્રકારના વ્યવસાયમાં કામ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી અમરેલીથી પ્રસિદ્ધ થતા દિવ્ય પ્રકાશ દૈનિક પેપરમાં કામ કરી રહ્યા હતા.