અમરેલી, તા.૧૭
અમરેલીના બટારવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ નવી ગટરથી આ ગટરના નબળા અને અણધડ કામથી ગટરનું પાણી પાણીની લાઈનમાં તેમજ દારમાં આવતા હોવાં અંગેની ફરિયાદ ૧૫ દિવસ પહેલા ચીફ ઓફિસર તેમજ કલેક્ટરને કરવા છતાં આ વિસ્તારના રહીશોની ફરિયાદ અંગે ધ્યાન દેવામાં આવ્યું નથી આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા તેમજ કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવાની ચીમકી આપેલ છે.
અમેરલી નગરપાલિકા વોર્ડ નંબર ૯ના બટારવાડી થી હીરામોતી ચોકથી,જયહિન્દ ટોકીઝ ચુનારા વાડમાં હાલમાં નગરપાલિકા દ્વારા ગટર બનવાંમાં આવેલ છે જે ગટરના નબળા કામથી ગટરનું પાણી પીવાના પાણીની લાઈનમાં તેમજ દારમાં આવતા આ વિસ્તરામાં રહેતા લોકો બીમારીના ભોગ બનેલ છે અને નબળા અને ગેરરીતિ થયેલ કામના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતા આ વિસ્તારનો રહીશોએ નાગરપલિકાના અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરી લેખિતમાં ફરિયાદ પણ આપેલ હતી અને તે ફરિયાદ કરવાના ૧૫ દિવસ થઇ ગયેલ હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ લાવેલ નથી આ બાબતે કલેકટરને પણ રજૂઆત કરેલ હતી. આ વિસ્તારના રહીશો જો આ ગંદુ પાણી પીને બીમાર પડશે તેઓ તેની જવાબદારી કોની ?
આ વિસ્તારના રહીશોએ ચીમકી આપી જાણવેલ છે કે જો તાત્કાલિક આ સમસ્યા હલ નહીં કરવામાં આવે તો નગરપાલિકા તેમજ કલકેટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે.