(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૩
અમરેલીના ભાજપના કાર્યકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે તેનું અમદાવાદ ખાતે સારવારમાં મોત થયું હતું. ભાજપના કાર્યકરનાં મોતથી અમરેલી જિલ્લાના ભાજપમાં શોકનો માહોલ છવાયેલ હતો. અમરેલી જિલ્લામાં પ્રથમ રાજકીય કોઈ અગ્રણીનું મોત થયું હોવાનો બનાવ બનતા સમગ્ર જિલ્લાના રાજકીય પક્ષોમાં શોકનું વાતાવરણ જોવા મળેલ હતું. એક માત્ર અમરેલી જિલ્લો ૫૬ દિવસ બાદ અન્ય જિલ્લામાંથી આવેલ લોકોના પ્રવેશથી કોરોનાગ્રસ્ત થયા બાદ આજે કોરોના પોઝિટિવ કેસ સેન્ચુરી નજીક આવેલ છે અને મૃત્યુ આંક ૯ પર પહોંચ્યો છે ત્યારે આજે અમરેલીના એક ભાજપના રાજકીય કાર્યકર કિરીટ વામજાનું કોરોનાથી મોત થતાં સમગ્ર જિલ્લાના રાજકીય પક્ષોમાં શોકનો માહોલ છવાયેલ હતો. કિરીટ વામજાનો કોરોનાનો રિપોર્ટ ૨૨ જૂનના રોજ આવેલ અને પ્રથમ અમરેલી સારવાર લીધા બાદ તબિયત લથડતાં અમદાવાદ ખાતે એસવીપી હોસ્પિટલમાં સારવારમાં હતા જ્યાં આજે તેમનું મોત થયેલ હતું. ભાજપના કાર્યકરનાં મોતથી ભાજપ પરિવાર દ્વારા શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમરેલીના ભાજપ કાર્યકરનું કોરોનાથી અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત

Recent Comments