અમરેલી તા.૨૮
અમરેલીના મોટા આંકડિયા નજીક ગારિયાધાર ખાતે રહેતા પરપ્રાંતીય બે પિતરાઈ ભાઈઓ કાકાને મળવા મોટા આંકડિયાથી મળી પરત જતા બાઈક સ્લીપ થઇ જતા બંને ભાઈઓને ગંભીર ઇજા થતાં બંનેના મોત નિપજ્યા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર ગારિયાધાર તાલુકાના બેલા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા બે પિતરાઈ ભાઈઓ કુનસિંગ માનસિંગ ઉર્ફે કેકડીયા ઉવ-૩૨ તેમજ તેમની ફઈનો દીકરો સુમેરિયો કુંવરસીંગ બંને જણા મોટા આંકડિયા ખાતે કુનસિંગના કાકા અને સુમેરિયોના મામા એવા રમેશ કાળુભાઇ મેડાને મળવા માટે ગયા હતા અને પરત બેલા ગામે જવા નીકળતા પીપળલગ અને મોટા આંકડિયા ગામે વચ્ચે ખોડિયાર મંદિર પાસે પહોંચતા કુનસિંગ બાઈક ઉપરનું કાબુ ગુમાવતા બાઈક રોડ ઉપર ફંગોળાઈ જતા બંનેને ગંભીર ઇજા થતાં બંનેના મોત નિપજ્યા હતા. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરી છે.