અમરેલી,તા.ર
અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર ચુકવવા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મુખ્યમંત્રીને પત્ર પાઠવી માગણી કરી છે.
પત્રમાં જણાવ્યાનુસાર ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં મગફળી, કપાસ, તલ, બાજરી અને જુવારના પાકોમાં ખૂબ જ નુકસાન થયેલ છે. જેના પગલે અત્રેના ખેડૂતોની પરિસ્થિતિ દિન-પ્રતિદિન કફોડી બનતી જાય છે. જેથી ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ રાખી તેઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. અમરેલી જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાન થયેલ પાકોનો સર્વે કરાવી વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી છે.