અમરેલી, તા.૯
અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
જિલ્લામાં અનેક સ્થળે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આજ રોજ આ તમામ ચેકપોસ્ટમાં ૧૬૯ વાહનોની ચકાસણીમાં કુલ ૬૩૧ પેસેન્જરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૬૧૮ જિલ્લા બહારના પેસેન્જરો હતા. ઉપરાંત રાજ્ય બહારના ૧૩ પ્રવાસીઓ હતા. આજરોજ ૬૨૬૮ પ્રવાસીઓ હોમ ક્વોરેન્ટઇનમાં છે, જ્યારે ૮૦૭૧ પ્રવાસીઓએ હોમ ક્વોરેન્ટઇન પૂર્ણ કર્યો છે. સરકારી ક્વોરેન્ટઇન ફેસેલીટીમાં આજ દિન સુધી કુલ ૯૮ પ્રવાસીઓ અને હાલ ૩૦ લોકો દાખલ થયા છે. સરકારી પરવાનગી વગર જિલ્લામાં પ્રવેશેલા વ્યક્તિઓ ૯૨૭ પૈકી ૬૭૫ વ્યક્તિઓ સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીમાંથી રજા મળી ગઈ છે. તેમજ હાલ ૨૫૨ વ્યક્તિઓને કોવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. કોવિડ-૧૯ના શંકાસ્પદ ૪ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા. આમ જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૫૧ શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ૧૪૭ શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૪ રિપોર્ટ પેન્ડિંગ છે. અમરેલી જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના બીજા રાઉન્ડ અન્વયે આશરે ૨૫ હજારથી વધુ ઘરના કુલ ૧.૨ લાખથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૧૮ વ્યક્તિઓને તાવ-શરદી-શ્વાસની તકલીફ જોવા મળી છે. હોમ કોવોરન્ટાઈનનો ભંગ કરવા બદલ આજ સુધીમાં કુલ ૨૦ લોકો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે.