અમરેલી, તા.૭
અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ સહીત જિલ્લામાં આજે ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયેલ છે, અમરેલી જિલ્લામાં કોરોનાનો દિવસે-દિવસે આંકડો વધી રહ્યો છે, જિલ્લામાં કોરોના આંકડો સોને પાર છે.
અમરેલી જિલ્લામાં આજે કોરોનાના એકી સાથે ૧૦ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયેલ છે, અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીનાભાઈ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, અમરેલી શહેરમાં આજે બટારવાડી અને ગજેરાપરા વિસ્તારમાં બે કેસ નોંધાયા હતા જયારે જિલ્લાના લાઠીના અકાળા ગામે ૪૮ વર્ષીય મહિલા અને ૫૦ વર્ષીય પુરૂષોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમજ બાબરાના ગમા પીપલીયા ગામના૩૭ વર્ષીય પુરૂષ પાંચ તલાવડાના ૫૭ વર્ષના મહિલા એમજ ખાંભાના ઘાવડીયાના ૬૬ વર્ષના પુરૂષ સાવરકુંડલાના ડેડકડીના ૩૫ વર્ષની મહિલા અને લીલિયાના ભોરીગડાના ૭૦ વર્ષીય વૃદ્ધ સહિત ૧૦ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.