અમરેલી તા.૨૧
અમરેલીના મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે એક વૃદ્ધને ઊભા રાખી ડૉ શર્માનું દવાખાનું ક્યાં છે તેમ પૂછી તેમની પાસેની ત્રણ સોનાની વીંટી લકી, ઘડિયાળ અને મોબાઈલ સહિતની વસ્તુ લઈ બે અજાણયા શખ્સો નાસી જતાં બનાવ અંગે સિટી પોલીસમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીમાં લાઠી રોડ ઉપર વૃદાવન સોસાયટીમાં રહેતા નવિનરાય બાલાશંકર રાવળ (ઉ.વ.૬૭)ના ગત તા.૩૦/૧૦/૨૦૧૯ના રોજ પોતાનું મોટર સાયકલ લઇ બજારમાં આવેલ અને બજારમાં કામ પતાવી ઘરે જતા મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે ચિતલ રોડ તરફ જતા એક અજાણ્યા શખ્સે આવી ડૉ. શર્માનું દવાખાનું ક્યાં છે તેમ પૂછતાં નવિનરાય રાવલે કહેલ કે એવો કોઈ ડોકટર અહીં નથી તેમ કહેતા સામેની વ્યક્તિએ તેની સાથે ધાર્મિક વાતો કરવા લાગેલ અને કહેલ કે તમે ક્યાં ભગવાનને માનો છો તે હું તમને કહી દવ તેમ કહેતા સામેના માણસે કહેલ કે તમે શંકર ભગવાનને માનો છો તેમ કહેતા વૃદ્ધે હા પાડી અને સામેના અજાણ્યા વ્યક્તિ તેની સાથેના વ્યક્તિને પણ તેમજ પૂછયું તો તેને સાચું લાગેલ અને તેમ કહી તેની સાથે વ્યક્તિને કહેલ કે તમારે ભગવાનના દર્શન કરવા હોઈ તો તમે તમારી વસ્તુઓ આપી દો તેમ કહી બીજા વ્યક્તિએ પોતાની વસ્તુઓ વૃદ્ધને રૂમાલમાં બાંધી આપી દીધી હતી અને અજાણ્યા શખ્સે તેની સાથેના શખ્સને ૧૦૦ ડગલાં ચાલવાનું કહી પરત આવતા ભગવાનના દર્શન થશે અને પગે લાગવા લાગેલ જેથી વૃદ્ધને એમ થયેલ કે સાચુ જ ભગવાનના દર્શન થયા હશે તેથી વૃદ્ધને પણ ૧૦૦ ડગલાં ચાલવાનું કહી ભગવાનના દર્શન કરવા જણાવેલ અને તેમની પાસેની ત્રણ સોનાની વીંટી તેમજ લકી, ઘડિયાળ અને મોબાઈલ સહિતની વસ્તુઓ રૂમાલમાં બાંધી અજાણયા શખ્સે તેની સાથેના માણસને સાચવવા આપી અને વૃદ્ધ નવિનરાય ૧૦૦ ડગલા ચાલી પરત આવતા બંને અજાણ્યા શખ્સો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. વૃદ્ધને પોતે છેતરાયા હોવાનું સમજમાં આવતા તેમણે બે અજાણ્યા શખ્સો સામે વીંટી, ઘડિયાળ, મોબાઈલ અને લકી સહિતની વસ્તુઓ કિંમત રૂપિયા ૪૯,૫૦૦ની છેતરપિંડી કરી લઇ ગયા મતલબની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં ગઠિયો વૃદ્ધની સોનાની ત્રણ વીંટી, ઘડિયાળ સહિતની મતા લઈ ફરાર

Recent Comments