અમરેલી, તા.૨૨
અમરેલીમાં માર્કેટયાર્ડ તરફથી બાઈક લઈને આવતા યુવાન ઉપર સામેથી આવી રહેલ કારચાલકે પોતાની કાર બાઈકચાલક માથે નાખતા બાઈકચાલક યુવાને ઠપકો આપતા કારમાં બસેલ ૪ પૈકી એક શખ્સે બાઈકચાલક યુવાનને છરી મારી દેતા લોહી-લુહાણ થઇ જતા સારવારમાં ખસડેલ હતો જ્યાં કારચાલક સહિત ૪ સામે ફરિયાદ નોંધાવેલ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના ડુબાણિયાપામાં રહેતો નજીરભાઈ અનવરભાઈ ગોગદા (ઉ.વ.૧૯)નો પોતનું બાઈક લઇ માર્કેટયાર્ડ તરફથી ગુલાબશા પીરની દરગાહ પાસેથી આવી રહયો હતો ત્યારે સામેથી આવી રહેલ એક કાર ન GJ-3-BV-102ના ચાલકે માથે નાખતા બાઈકચાલક યુવાને કાર વ્યવસ્થિત ચલાવવા કારચાલકને કહેતા કારમાં બેસેલ ૪ શખ્સોએ બહાર નીકળી નજીરને એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો અને વાસાના ભાગે હુમલો કરવા જતા બીજો ઘા ડાબા હાથમાં લાગતા ઇજા થઈ હતી. આ અંગે સિટી પોલીસમાં નજીર ગોગદાએ કારચાલક સહિત ૪ અજણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ બનાવને લઇ શહેરમાં ભારે તંગદિલી અને અફવાનો દોર રહ્યો હતો.