અમરેલી, તા.૧૫
અમરેલીમાં મહિલા પીએસઆઈને તેના પોલીસ પતિ દ્વારા મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપતા પતિ તેમજ પોલીસ નણદોયા સામે સિટી પોલીસમાં મહિલા પીએસઆઇએ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે. મહિલા પીએસઆઈએ એસીબી ડ્રાયવરની નોકરી કરતા પોલીસ કર્મી સાથે પ્રેમ લગ્ન કરેલ હતા અને લગ્નના થોડા જ સમયમાં પતિ દ્વારા દુઃખ ત્રાસ આપતા મહિલા પીએસઆઈએ ફરિયાદનો સહારો લીધો હતો. ખુદ પોલીસ સુરક્ષિતના હોઈ અને તેમના જ દ્વારા કાયદાનું ઉલ્લઘન થતું હોઈ ત્યારે સામાન્ય પ્રજાને પોલીસ દ્વારા સુરક્ષાની આશા શી રાખવી ?
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી પોલીસ વિભાગમાં મહિલા પીએસઆઇ તરીકે નોકરી કરતા હિરલબેન હસમુખ કાથડભાઈ સેગલિયા ઉવ-૨૯ એ થોડા સમય પહેલા એસીબીમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા હસમુખભાઈ કાથડભાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ હતા અને થોડા સમય પછી તેના પતિ હસમુખભાઈ દ્વારા નાની-નાની વાતમાં કજિયો કરી હિરલબેનને મારકૂટ કરતા હતા અને એસપી કચેરી પાછળ પીએસઆઇ ક્વાર્ટરમાં એકલા રહેતા હોઈ, ત્યારે ત્યાં તેના પતિ દ્વારા દરવાજા ઉપર પાટા મારી હાથ મચકોડી દઈ જાનથી મારવાની ધમકી અપાઈ હતી તેમજ મહિલા પીએસઆઈના નણદોયા જેવો રાજકોટ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હોઈ અને જેતપુર નોકરી કરતા ભાવેશ ચાવડા દ્વારા તેના પતિને ચડામણી કરી હું બેઠો છું આજે તેને પતાવી દે તેમ કહી શારીરિક દુઃખ ત્રાસ આપતા મહિલા પીએસઆઇ એચ એચ સેગલીયા એ સિટી પોલીસમાં પતિ તેમજ નણદોયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં પત્ની PSI સામે પોલીસ પતિએ મારકૂટ કરી મારી નાખવાની ધમકી આપી

Recent Comments