(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.ર૦
અમરેલીની પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનાર ધારીનો લંપટ શિક્ષક દસ મહિના ફરાર રહ્યા બાદ સીધો જ કોર્ટમાં હાજર થયેલ અને કોર્ટે જેલ હવાલે કરતા સિટી પોલીસે તપાસ અર્થે જેલમાંથી શિક્ષકનો કબજો લઇ ૪ દિવસના રિમાન્ડ મેળવેલ હતા.
અમરેલીની એક પરિણીતા ઉપર એકાદ વર્ષ પહેલા ધારીના લંપટ શિક્ષક હરેશ બાબુભાઇ મકવાણાએ દુષ્કર્મ આચરેલ હતું અને ફરિયાદ કરીશ તો તારા પુત્રને પતાવી દઈશ તેવી ધમકી આપેલ બાદમાં પરિણીતાએ અમરેલી સિટી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ કરેલ હતી. ફરિયાદ બાદ આરોપી શિક્ષક છેલ્લા દસ મહિનાથી ફરાર હોઈ અને ગત તા.૧૩/૮/૨૦૧૯ના રોજ અમરેલી કોર્ટમાં સરંડર કર્યું હતું. બાદમાં સિટી પોલીસે આરોપી શિક્ષકની તપાસ અર્થે જેલમાંથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરતા હરેશ મકવણાના ૪ દિવસના રિમાન્ડ મળતા પોલીસે દુષ્કર્મ કેસમાં આરોપી શિક્ષક પાસેથી દુષ્કર્મની તમામ વિગતો અને પૂછપરછ કરી રહી છે. શિક્ષણ જગતને કલંક લગાડનાર શિક્ષક આરોપી સામે જિલ્લા ભરના લોકોમાં ફિટકાર વરસાવેલ છે.