અમરેલી, તા.૬
અમરેલીમાં ગઇરાત્રીના મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે કાઠી શખ્સે તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલ શખ્સે છરી વડે ચારેક ઘા મારી ગંભીર ઇજા કરતા કાઠી શખ્સને સારવારમાં ખસડેલ હતો. ઘવાયેલ શખ્સને ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસડેલ હતો જ્યાં હુમલો કરનાર શખ્સ સામે અમરેલી સીટી પોલીસને ફરિયાદ લખાવેલ હતી.
અમરેલીની મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ સામે રહેતો અને ડ્રાયવિંગનો ધંધો કરતો શૈલેષભાઈ જીલુભાઈ ધાંધલ (ઉવ-૩૬)નો ગુરૂવાર રાત્રીના પોતાના ઘર સામે ખુરસી નાખી બેસેલ હતો ત્યારે બાજુમાં પાવભાજી અને ઢોસાની લારી એ ભરત મયાત્રા નામનો શખ્સ મોબાઈલમાં ગાળો બોલતો હોઈ જેથી શૈલેષભાઇએ ગાળો બોલવાની ના પાડતા સામેના શખ્સે કહેલ કે હું સ્ટાફ માં છું અને મારૂં નામ ભરત મયાત્રા છે તેમ કહી ગાળો આપી જતો રહેલ અને ફરી થોડીવાર પછી આવેલ અને કહેલ કે તું શૈલેષ કાઠી છો તું શું છે તેમ કહી હાથાપાઈ થઇ હતી અને ભરત મયાત્રા એ પોતાના પાસે રહેલ છરી વડે શૈલેષ કાઠીને પેટના જમણા અને ડાબે ભાગે તેમજ હાથમાં કોણી ઉપર ચારેક ઘા કરી લોહી લુહાણ કરી ગંભીર ઇજા કરતા સારવારમાં ખસેડેલ હતો. અમરેલીથી વધુ સારવાર માટે રાજકોટ શૈલેષને ખસેડતા ત્યાં અમરેલી સીટી પોલીસ જતા શૈલેષ જીલુભાઈ કાઠીએ ભરત મયાત્રા સામે ફરિયાદ નોંધાવેલ હતી.