અમરેલી, તા.રપ
અમરેલીમાં ભેંસના તબેલામાં આવેલ મકાનમાં રાત્રી દરમ્યાન કોઈપણ કારણોસર આગ લાગતા આગમાં દાજી જવાથી મુસ્લિમ યુવાનનું મોત નીપજેલ હતું. મૃતક યુવાનના મોતથી તેની ત્રણ દીકરીઓ નોંધારી બની ગયેલ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના અલીફનગરમાં આવેલ રફીકભાઇ રહેમાનભાઈ કુરેશીના ભેંસના તબેલાના મકાનમાં મંગળવારની રાત્રીના એકાએક આગ લાગતા તબેલાના મકાનમાં સુતેલ જહાંગીર અલીભાઈ બેલીમ ઉવ-૪૮ રહે સુળીયા ટીમ્બા વાળો આગમાં ગંભીર રીતે દાજી જતા તેનું ઘટના સ્થળે મોત થયેલ હતું. જ્યારે તબેલાના મકાનમાં દીનમહમંદ નામનો ફકીર પણ સુતો હતો અને તેણે આ બનાવ નજરે જોયેલ હતો ફકીર દીનમહંમદ ને પોલીસે શંકાના આધારે પૂછપરછ માટે પોલીસે સ્ટેશનમાં રાખેલ હોઈ, આ બનાવ વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના સમયે બનેલ હોવાનું જાણવા મળેલ છે. બનાવ અંગે મૃતક જહાંગીરના ભાઈ સલીમભાઇ અલીભાઈ બેલીમે સિટી પોલીસમાં જાહેર કર્યું હતું.