અમરેલી, તા.૧૯
અમરેલીના માણેકપરામાં સાત જેટલી હોસ્પિટલ તથા સ્કૂલ ધમધમે છે. તેવા વિસ્તારમાં નવા રોડ પ્રશ્ને એસટી બસ સહિતના વાહનો દોડાવવા શરૂ થઈ ગયા બાદ નવા રોડ બની જતાં પુનઃ એ જ રોડ પર એસટી દોડાવવાનું વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ માંગ કરી છે અને ભયંકર અકસ્માત સર્જાવવાની દહેશત વ્યકત કરી છે. અમરેલીના માણેકપરામાં ભીડભીંડજન માર્ગ પરથી એસટી બસો સહિતના હજારો વાહનો અવર-જવર કરતા હતા, પરંતુ આ રોડ નવો બનાવવા કામનો પ્રારંભ થતાં તમામ વાહનો આ રોડની બાજુનો માણેકપરા સ્વામીનારાયણ મંદિર તથા સાત જેટલી હોસ્પિટલ અને સ્કૂલ આવેલ છે, તે રોડ પરથી દોડાવવા શરૂ થઈ ગયા હતા. ભીડભંજન માર્ગનું કામ પૂર્ણ થઈ ગયાના ઘણો સમય વીતી ગયા બાદ પણ આ રોડ ઉપર બસો પુનઃ ન દોડતી થતાં માણેકપરા મંદિરવાળા રોડ પર દોડતી રહેતા ત્યાં આવેલ, સાત જેટલો હોસ્પિટલના દર્દીઓ, સ્કૂલના બાળકો ભંયકર અકસ્માત સર્જાવવાની દહેશત સવાય રહી છે ત્યારે આ ભીડભંજન મંદિરવાળા રોડ પર પુનઃ બસો દોડાવવાની માંગ કોંગ્રેસના ગુજરાત વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણી માંગ ઉઠાવી છે અને કોઈ મોટો અકસ્માત સર્જાઈ એ પહેલાં યોગ્ય કરવાની માંગ ઉઠાવી છે.