અમરેલી, તા.૩૦
અમરેલીમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ઉપર ૧૦ શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ મામલામાં સગીરાએ ફરિયાદમાં લખાવેલ ૬ આરોપીઓમાંથી એક માત્ર સગીરાનો માસીયાઈ ભાઈ અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ અન્ય ૪ આરોપીઓ પૈકી ૫ની પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની રિમાન્ડની માગણી કર્યા વગર કોર્ટમાં રજૂ કરતા આરોપીઓ જેલ હવાલે થયેલ હતા. સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારવાના કેસમાં હજુ ૫ આરોપીઓ પકડવાના બાકી હોઈ ત્યારે પોલીસે જેલ હવાલે થયેલ આરોપીની પૂછપરછ કરી પકડવાના બાકી રહેતા આરોપીઓ વિશે વિગતો મેળવી શકી હોત પરંતુ પોલીસે પકડેલ આરોપીઓ પાસેથી કોઈ ચોક્કસ માહિતી કાઢવામાં નિષ્ફળ રહી હતી.
અમરેલીમાં એક ૧૭ વર્ષીય સગીરા ઉપર માસીયાઈ ભાઈ સહિત ૧૦ શખ્સો દ્વારા જુદી-જુદી જગ્યાએ દુષ્કર્મ ગુજારવાના બનાવમાં પોલીસે ગઈકાલે ઉદય દિલુભાઈવાળા, ધર્મગીરી ઉર્ફ ધમભાઇ ભગુભાઈવાળા, ઉર્વિક જીતેન્દ્રભાઈ ત્રિવેદી, ઉમંગ જયસુખભાઇ ગોંડલિયાની ધરપકડ કરી હતી. તેમજ તેના બે દિવસ પહેલા સગીરાના માસીયાઈ ભાઈ પિયુષ જાળવણી ધરપકડ કરી હતી જે પાંચેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માગણી કર્યા વગર રજૂ કરતા કોર્ટે પાંચેય આરોપીઓને જેલ હવાલે કરેલ હતા. પોલીસે રિમાન્ડ માંગી હોત સગીરા એ ફરિયાદમાં લખાવેલ આરોપીઓ મહાવીર વાળા (રહે.જૂનાગઢ) તેમજ રવિરાજ ઉર્ફે રાજા કાઠી (રહે.અમરેલી), કુલદીપ કાઠી (રહે.ટીંબા), લાલો ધાખડા કાઠી (રહે.અમરેલી) અને તેજસ જેબલિયા સહિતના આરોપીઓ વિશે વિગતો મેળવી શકાય તેમ હતી પરંતુ પોલીસે દુષ્કર્મ કેસના આરોપીઓને રિમાન્ડ માંગ્યા વગર કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા વિગતો મેળવામાં નિષ્ફળ રહી હતી.