અમરેલી, તા.પ
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની જનતાને ૨ દિવસે પાણી વિતરણ કરાઈ રહયું હતું પરંતુ છેલ્લા આંઠ દિવસથી પાલિકા દ્વારા બે દિવસના બદલે ૬ દિવસે પાણી વિતરણ કરતા શહેરની જનતામાં ભારે ગુસ્સો જોવા મળી રહયો છે હજુ ઉનાળો શરૂ નથી થયો તે પહેલા પાલિકા દ્વારા પાણી કાપ મુકતા શહેરની જનતામાં ભારે રોષ જોવા મળી રહયો છે.
અમરેલીમાં દૈનિક ૧૬ એમએલડી પાણીની જરૂરિયાત હોઈ છે તેના બદલે મહી દ્વારા ૧૨ એમએલડી પાણી આપતું હતું જયારે હાલમાં મહી નદીના પાણીમાં કાપ મૂકી ૭ થી ૮ એમએલડી પાણી આપવામાં આવી રહયું છે જેથી રોજના ૮ એમએલડી પાણીની ઘટ પડતા નગરપાલિકા દ્વારા ૬ દિવસે પાણી વિતરણ કરાઈ રહયું છે પાલિકા દ્વારા ઉનાળો આવ્યા પહેલા જ અગાઉથી જ પાણીનો કાપ મુકતા ઉનાળામાં પાણીની ઘટ ના પડે તે માટે આગોતરું આયોજન કરાયુ હોવાનું જણાવી રહયા છે શહેરના ઠેબી ડેમ પરથી પણ ૧ થી ૨એમએલડી પાણી પૂરું પડાઈ રહયું છે ત્યારે અમરેલીમાં ઉનાળામાં પાણીની ઘટ ના પડે તે માટે ઠેબી ડેમમાં પાણી સાચવામાં આવી રહયું છે ઉનાળામાં શહેરની જનતાને પાણી માટે કદાચ આંદોલન કરવા પડે તેવા પણ એંધાણ અત્યારથી દેખાઈ રહયા છે.