અમરેલી, તા.૯
અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધાનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મોત જ્યારે જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા.
અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા ૭૧ વર્ષીય પુરૂષ જે અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવતા એમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.જયારે બીજો કેસ લીલીયાના સલડી ગામના ૨૯ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ હતો.
આ પુરૂષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ઉપરાંત સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષ જે મુંબઈથી તા. ૭ જુનના આવ્યા હતા એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.
અમરેલી જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે ગઈકાલે ઉપર અંધશાળા સામે રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવેલ હતો જેનું સારવારમાં મોત થયેલ હતું હાલમાં ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૮ પોઝિટિવ કેસમાંથી હાલ ૭ એક્ટિવ કેસ છે. કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી તેમજ દર્દીઓના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.