અમરેલી, તા.૬
અમરેલીમાં ગૌશાળા પાછળ રહેતા એક પરપ્રાંતીય શ્રમિક શખ્સની આઠ વર્ષની પુત્રીને ૧૦ જેટલા ડાઘિયા કૂતરાઓએ ફાડી ખાતા બાળકીનું તેના માતા-પિતાની નજર સામે મોત થયું હતું. કુતરાઓ એટલા ભયાનક હતા કે તેમના પરિવારે છોડાવાની ઘણી કોશિશ કરી તેમ છતાં કૂતરાઓએ બાળકીને મારીને છોડી હતી. આ દૃશ્ય જોય ભલભલાના હૃદય કંપી ઉઠે તેવા દૃશ્યો સર્જાયા હતા ચાર ભાઈઓની એકની એક બહેન મોતને ભેટતા ચારેય ભાઈઓ બહેન વિહોણા થઈ ગયા હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીમાં જેશીંગપરા ગૌશાળા પાછળ રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક કાળુભાઇ બારામભાઇ દેદિયાની આઠ વર્ષની પુત્રી અજીતા તેમની ઓરડી પાસે રમી રહી હતી. ત્યારે અચાનક ૧૦ જેટલા ડાઘિયા કૂતરાઓ ચઢી આવ્યા હતા અને અચાનક અજીતાને પકડી લીધી હતી અને એક પછી એક એમ ૧૦ કૂતરાઓએ સામ-સામી ખેંચી બચકાં ભરવા લાગયા હતા અને આ દૃશ્ય જોઈ અજીતાના પિતા કાળુભાઇ અને દાદા બરામભાઈએ કૂતરાઓના મોઢામાથી અજીતાને છોડાવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ ડાઘિયા કૂતરાઓએ અજીતાને ફાડી ખાધી હતી અને માઉસના લોચા કાઢી નાખ્યા હતા અને મહામુશીબતે પિતા કાળુભાઇ અને દાદા બરામભાઈએ છોડાવતા કૂતરાઓએ અજીતાને છોડી હતી પરંતુ તેટલી વારમાં દાદા અને પિતાની નજર સામે માસુમ અજીતાનું મોત થયું હતું. ડાઘિયા કૂતરાઓએ માસુમ બાળકીને ફાડી ખાવાના બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચેલ હતી માસુમ અજિતાને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવાઈ હતી જ્યાં કાળુભાઇ બરામભાઈ દેદિયાએ સીટી પોલીસમાં જાહેર કર્યું હતું બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ મકવાણા તેમજ હરેશસિંહ પરમારે તપાસ હાથ ધરેલ છે.