અમરેલી, તા.૨૫
અમરેલી એલસીબી પોલીસે નાના માચિયાળા ગામના ૬ શખ્સોને અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. બે જગ્યાએથી મળી ૧.૮૮ લાખનો મુદામાલ કબજે લીધેલ હતો.
એલસીબીએ નાના માચિયાળા ગામે નાના આંકડિયા તરફથી આવવાના કાચા રસ્તે વોચ ગોઠવતાં બે મોટરસાઈકલ ઉપર ચાર ઇસમો વિદેશી દારૂના જથ્થા સાથે નીકળતા તેમને રોકી નામ પૂછતાં મહેશ જગુભાઇ વાળા, કિશન ભગવાનભાઇ સાનિયા, ગોપાલ ભગવાનભાઇ સાનિયા, હાર્દિક કુબેરભાઇ વાઘેલા હોવાનું જણાવેલ પોલીસે દારૂની બોટલો નંગ-૨૪, કિં.રૂા.૮,૪૦૦/- ઉપરોક્ત પકડાયેલ ચારેય ઇસમોને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્યાંથી લાવેલ છે તેમ પૂછપરછ કરતાં નાના આંકડિયા ગામની સીમમાં આવેલ જેરામભાઇ દેવજીભાઇ સોલંકીની વાડીએથી લઇ આવેલ હોવાનું જણાવતાં નાના આંકડિયા ગામની સીમમાં રેડ પાડતા પોલીસે ત્યાંથી પણ વિદેશી દારૂની બોટલો નંગ-૫૬, કિં.રૂ.૧૯,૬૦૦/- સાથે જેરામ દેવજીભાઇ સોલંકી તથા વિજય સોમાભાઇ સાનિયાને ઝડપી લીધેલ હતા પોલીસે બંને જગ્યાએથી મળી બાઈક, મોબાઈલ અને દારૂ સહિત ૧.૮૮ લાખનો મુદામાલ કબજે લીધો હતો.