અમરેલી, તા.૨૫
અમરેલી એલસીબી પોલીસે ઓમનગર વિસ્તારમાંથી ખોડિયાર મોલ સામેથી એક શંકાસ્પદ કાર નંબર-જીજે ૧૪ ઈ ૨૭૦ની તલાશી લેતા શંકાસ્પદ ગેસના સિલિન્ડર નંગ ૨૦ મળી આવેલ હતા ગેસના સિલિંડર અંગે કાર ચાલક યુનુસ કાસમને પૂછતાં તે અંગે બીલ કે પુરાવા ના આપતા તેની પોલીસે અટકાયત કરી એક સિલિન્ડર કિંમત રૂપિયા ૩,૫૦૦ લેખે ૨૦ સિલિન્ડરના ૭૦ હજાર મળી તેમજ કાર કિંમત રૂપિયા ૪૫ હજાર સહિત ૧.૧૫ મુદ્દામાલ કબજે લીધેલ હતો.