અમરેલી, તા.૧૩
અમરેલી જિલ્લામાં આજે ત્રણ તાલુકાને બાદ કરતા સાર્વત્રિક અડધાથી સવા ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલીમાં બપોર દરમ્યાન ધોધમાર સવા ઈંચ વરસાદ પડેલ હતો. જ્યારે જિલ્લાના ખાંભા, જાફરાબાદ, લીલિયામાં પણ સવા ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ બપોર દરમ્યાન પડેલ હતો, જ્યારે બાબરામાં અડધો ઈંચ તેમજ ધારી, વાડિયામાં ઝાપટા પડેલ હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા પણ સારો વરસાદ પડેલ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ હતું.