(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૯
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થતા અમરેલી જિલ્લાનું ગયા વર્ષ કરતા ૧.૭૭ ટકા ઘટીને ૭૪.૬૭ ટકા પરિણામ આવેલ હતું ગયા વર્ષે ૭૬.૪૪ ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે અમરેલી જિલ્લાના ચાર કેન્દ્રમાંથી સૌથી વધુ લાઠી કેન્દ્રનું ૮૯.૧૫ ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછું સાવરકુંડલા પરીક્ષા કેન્દ્રનું ૬૭.૬૧ ટકા પરિણામ આવેલ હતું.
જિલ્લામાં એ-૧ ગ્રેડમાં માત્ર ૧ વિદ્યાર્થીએ જ હાંસિલ કરેલ અમરેલી જિલ્લાના ચાર પરીક્ષા કેન્દ્રો પરથી ૨૧૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૨૧૨૪ વિદ્યાર્થીઓ હાજર રેહતા તેમાંથી ૧૫૮૬ વિદ્યાર્થીઓ પાસ થયેલ હતા અને ૫૩૮ વિધાર્થીઓ નાપાસ થયા હતા.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલ ધો.૧૨ સાયન્સનું આજરોજ પરિણામ જાહેર થયું હતું જેમાં અમરેલી જિલ્લાનું ૭૪.૬૭ ટકા પરિણામ આવેલ હતું. જે ગયા વર્ષની સરખામણીએ ૧.૭૭ ટકા ઓછું આવેલ હતું માર્ચ-૨૦૧૮માં અમરેલી જિલ્લાનું ૭૬.૪૪ ટકા આવ્યું હતું ત્યારે આ વર્ષે ૧.૭૭ ટકા ઓછું આવતા શિક્ષણ જગતમાં નિરાશા છવાયેલ હતી.
અમરેલી જિલ્લામાં કુલ ૨૧૨૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૨૧૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાં જિલ્લામાં એ-૧ ગ્રેડમાં માત્ર ૧ વિદ્યાર્થીએ એ-૧ગ્રેડ હાંસિલ કરેલ હતો. જ્યારે એ-૨ ગ્રેડમાં ૩૪, વિદ્યાર્થીઓ બી-૧માં ૧૨૫, બી-૨માં ૨૮૩, સી-૧માં ૪૯૨ સી-૨માં ૫૪૭ અને ડી ગ્રેડમાં ૧૦૪ વિદ્યાર્થી એમ કુલ ૨૧૨૬ વિદ્યાર્થીઓમાંથી ૧૫૮૬ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા અને ૫૩૮ નાપાસ થયેલ હતા.જ્યારે અમરેલી જિલ્લાના કુલ ચાર પરીક્ષા કેન્દ્રોમાંથી સૌથી વધુ લાઠી પરીક્ષા કેન્દ્રનું ૮૯.૧૫ ટકા પરિણામ આવેલ હતું અને સૌથી ઓછું સાવરકુંડલા કેન્દ્રનું ૬૭.૬૧ ટકા પરિણામ આવેલ હતું.
અમરેલી જિલ્લાના ચાર કેન્દ્રોના પરિણામ
કેન્દ્ર નોંધાયેલ હાજર પાસ નાપાસ પરિણામ ટકા ૨૦૧૮ના પરિણામની સરખામણીએ
અમરેલી ૧૧૭૮ ૧૧૭૬ ૮૮૭ ૨૮૯ ૭૫.૪૩. ૦.૪૮ ટકા ઘટ્યું
સા.કુંડલા ૪૨૬ ૪૨૬ ૨૮૮ ૧૩૮ ૬૭.૬૧ ૧.૭૧ ટકા વધીને
બગસરા ૩૧૦ ૩૧૦ ૨૨૨ ૮૮ ૭૧.૬૧ ૧૮.૫૪ ટકા ઘટ્યું
લાઠી ૨૧૨ ૨૧૨ ૧૮૯ ૨૩ ૮૯.૧૫ ૦૫.૩૭ ટકા વધીને