અમરેલી, તા.૧૬
જાહેર થતા અમરેલી જિલ્લાનું ૬૯.૨૯ ટકા આવ્યું હતું જિલ્લામાં સૌથી વધુ લાઠી કેન્દ્રનું ૮૨.૧૮ ટકા જયારે સૌથી ઓછું વડિયા કેન્દ્રનું ૫૧.૧૮ ટકા પરિણામ આવ્યું હતું. અમરેલી જિલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની માર્ચ ૨૦૨૦માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થતા જિલ્લાનું ૬૯.૨૯ ટકા આવ્યુ હતું જિલ્લામાં કુલ ૮૭૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૫૯૯૦ હતા અને ૨૭૧૪ નાપાસ થતા જિલ્લાનું ૬૯.૨૯ ટકા પરિણામ આવ્યું હતું, જિલ્લામાં એ-૧ ગ્રેડમાં માત્ર એકજ વિદ્યાર્થી આવેલ હતો જયારે એ-૨માં ૧૨૮ બી-૧માં ૭૫૨ બી-૨માં ૧૭૨૬ સી-૧માં ૨૧૭૪ સી-૨માં ૧૧૦૫ અને ડી ગ્રેડમાં ૯૦ અને ઈ-૧માં ૫ વિદ્યાર્થીઓ આવેલ હતા જિલ્લાના કુલ ૧૬ પેટા કેન્દ્રોમાં પરિણામ જોયે તો અમરેલી ૭૧.૬૮, બાબરા, ૭૧.૪૭ લીલિયા-૬૩.૦૫, ચલાલા ૫૨.૫૧, જેસીંગપરા-૭૮.૨૦, ખાંભા-૬૧.૮૨ સાવરકુંડલા-૭૬.૯૮, બાઢડા-૮૧.૩૩, બગસરા-૫૨.૨૪, ધારી-૬૪.૮૬, લાઠી-૮૨.૧૮ સૌથી વધુ દામનગર ૬૩.૩૦, કુંકાવાવ-૬૫.૫૭, વડિયા સૌથી ઓછું ૫૧.૮૯ રાજુલા ૭૪.૨૨, જાફરાબાદ-૭૮.૧૯ ટકા પરિણામ આવેલ હતું.