અમરેલી, તા.૮
અમરેલી જિલ્લામાં અવિરત જિલ્લામાં પડી રહયો છે,આજે સવારથી જ જિલ્લામાં વાદળો ઘેરાતા વરસાદી વાતાવરણ છવાયા બાદ બપોરે બારેક વાગ્યે વરસાદની એન્ટ્રી થયેલ હતી, સાવરકુંડલામાં બપોરના બારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા સાવરકુંડલાની નાવલી નદીમાં પૂર આવ્યું હતું, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ પડેલ હતો, જયારે જિલ્લાના ખાંભા બગસરા વડિયા ઇંચ વરસાદ પડેલ હતો તેમજ ઉપરોક્ત તાલુકાઓ તથા તેના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી ગયેલ હતો,જયારે સવારથી અમરેલી શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ રહેલ હતો,અમરેલીના ચક્કરગઢ તેમજ દેવલીયા સહિતના ગામોમા અનરાધાર વરસાદથી ખેતરમાં પાણી ભરાઈ ગયેલ હતા અને વૌક્વાનુ પાણી રોડ ઉપર આવી ગયેલ હતું. લાપલિયા ગામની નદીમા પૂર આવ્યુ હતું જ્યારે લીલીયામાં પણ પોણો ઇંચ વરસાદ પડી ગયેલ હતો સતત વરસાદથી વાતાવરણ ઠંડું બની ગયેલ હતુું.