અમરેલી, તા.૧૮
અમરેલી જિલ્લામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહેલ છે. આજે વધુ બે કેસ નોંધાયેલ હતા. જેમાં ભાયાદવર ગામે મુંબઈથી આવેલ ૪૮ વર્ષીય પુરૂષ અને બાબરાના રાણપર ગામના ૩૨ વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો. અમરેલી તાલુકાના પાણીયા ગામના સુરતથી આવેલા ૬૦ વર્ષીના વૃદ્ધનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યા પહેલા તેમનું મોત નિપજેલ હતું. જો કે, આરોગ્ય તંત્ર દ્વારા આ કેસ તેમના ડેઈલી પત્રકમાં પણ નોંધ લેવામાં આવેલ નથી. આરોગ્ય તંત્ર દ્વારા મૃતક વૃદ્ધના મકાનને એપી સેન્ટર ગણી કન્ટેન્ટમેન્ટ ઝોન પણ કરવામાં આવેલ હતો. આજદિન સુધીમાં આરોગ્યતંત્ર દ્વારા કુલ-૩૫ પોઝિટિવ કેસ નોંધાવેલ અને તેમાંથી ચારના મોત દર્શાવેલ હતા. જ્યારે ૧૨ કેસને ડીસ્ચાર્જ કરવામાં આવેલ હતા અને હાલ ૧૯ કેસ એક્ટિવ દર્શાવવામાં આવેલ હતા.