અમરેલી, તા.૨
અમરેલી સિવિલ હોસ્પિટલના નર્સિંગ બ્રધર તેમજ ચક્કરગઢ રોડ ઉપર રહેતા પિતા તથા તેની બે પુત્રી સહીત જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાયેલ હતા જયારે ગઈકાલે લાઠીના ૭૮ વર્ષીય વૃદ્ધનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં મોત થતા મોતનો આંક ૮ પર પહોંચ્યો છે. અમરેલી શાંતા બા ગજેરા (સિવિલ હોસ્પિટલમાં) ફરજ બજાવતા અને સવજીપરા રોડ ઉપર રહેતા ૨૫ વર્ષીય નર્સિંગ બ્રધર કોરોના સંક્રમિત પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવતા તેમને તા.૩૦ જૂનના રોજ તાવ (ફીવર) આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જેમનો ૧ જૂનના સેમ્પલ લેતા આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો. જયારે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર રામપાર્કમાં રહેતા ૪૬ વર્ષીય પુરૂષ જેવો ૨૮ જૂનના પોતાની કારમાં સુરતથી અમરેલી ચાર વ્યકતિઓ આવેલ હતા જેમાં તેની બે પુત્રીઓ એક ૭ વર્ષીય અને એક ૧૫ વર્ષીયનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ હતો, તેમજ લીલીયા તાલુકાના આંબા ગામના ૩૧ વર્ષીય યુવાન જે કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ના ધરાવતા હોવા છતાં આ યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ હતો. તેમજ અમરેલીના વાંકિયા ગામના ૩૭ વર્ષીય મહિલા જેવો અમદાવદ અને સુરતની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા હોઈ તેઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગઈકાલે રાત્રીના લાઠીના ૭૮ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી અમરેલી સિવિલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું ખાંભા તાલુકાના તાલડા ગામે રહેતા વૃધ્ધને દાખલ કરાયા હતા. જેમનો રીપોટ આવતા પહેલા મોત નીપજયું હતું. જિલ્લામાં પોઝિટિવ આંક ૯૩ પહોંચ્યો છે અને મૃત્યુ ૮ થયેલ છે અને હાલમાં ૪૧ દર્દીઓ સારવારમાં છે અને ૪૩ દર્દીને રજા આપવામાં આવી છે.