(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧૩
લાંબા સમય સુધી અમરેલી જિલ્લો કોરોનામુક્ત રહ્યા બાદ જિલ્લામાં જાણે રાફડો ફાટયો હોય તેમ કોરોનાનાં કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં ૨૯ વિસ્ફોટક કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ કોરોના દર્દીનાં કરૂણ મોત નિપજ્યા છે. આમ અમરેલી જિલ્લામાં કુલ ૧૮૧ કેસ સાથે ૧૩ દર્દીનાં મોત નિપજ્યાં છે. ૧૮૧ પૈકી ૮૬ દર્દીઓ કોરોનામુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે ૮૨ દર્દીઓ સારવાર હેઠળ છે. આજે નોંધાયેલ પોઝિટિવ કેસોની યાદીમાં લાઠીના હરસુરપુર દેવળિયાના ૪૩ વર્ષીય મહિલા, અમરેલીના ગંગાનગર-૨ના ૫૦ વર્ષીય મહિલા, અમરેલી પોલીસ હેડક્વાર્ટરના ૩૯ વર્ષીય પુરૂષ, ખાંભાના સાળવાના ૧૩ વર્ષીય કિશોર, ખાંભાના મોટા બારમણના ૪૦ વર્ષીય પુરૂષ, લાઠીના નાના રાજકોટના ૩૮ વર્ષીય પુરૂષ, લાઠીના અકળાના ૨૮ વર્ષીય યુવાન, કુંકાવાવના ખાન ખીજડિયાના ૨૭ વર્ષીય યુવાન, લાઠીના હરસુરપુર દેવળિયાના ૫૪ વર્ષીય મહિલા, કુંકાવાવના શિવનગરના ૪૯ વર્ષીય પુરૂષ, ખાંભાના ૭૪ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના વંડાના ૫૨ વર્ષીય પુરૂષ, અમરેલીના રીકડિયાના ૪૩ વર્ષીય પુરૂષ, અમરેલીના લાપાળિયાના ૬૫ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના ધાર-કેરાળાના ૩૩ વર્ષીય પુરૂષ, લિલિયાના પુતળિયા (દાડમા)ના ૮૨ વર્ષીય વૃદ્ધા, લિલિયાના પુતળિયા (દાડમા)ના ૬૨ વર્ષીય વૃદ્ધા, અમરેલીના ૫૧ વર્ષીય મહિલા, બાબરાના ચમારડીના ૪૦ વર્ષીય પુરૂષ, ખાંભાના ભાડના ૬૦ વર્ષીય પુરૂષ, ધારીના કોઠા-પીપરિયાના ૨૮ વર્ષીય યુવાન, લાઠીના ૩૫ વર્ષીય પુરૂષ, લાઠીના નારાયણનગરના ૨૪ વર્ષીય યુવાન, વડિયાના સુરગપરાના ૩૩ વર્ષીય પુરૂષ, સાવરકુંડલાના ડેડકડીના ૭૦ વર્ષીય વૃદ્ધ, સાવરકુંડલાના ડેડકડીના ૪૮ વર્ષીય પુરૂષ, ખાંભાના લાસાના ૫૧ વર્ષીય પુરૂષ, ખાંભાના મોટા સમઢિયાળાના ૪૦ વર્ષીય પુરૂષ અને સાવરકુંડલાના નાની વડાળના ૫૨ વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.