અમરેલી, તા.૧૯
અમરેલી જિલ્લાના સાવરકુંડલા/બાબરા,તેમજ ખાંભા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડવાથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. આજે બપોરે અચાનક વાદળિયું વાતવરણ છવાયા બાદ વરસાદ શરૂ થયેલ હતો જેમાં સાવરકુંડલામાં સાંજે જોરદાર ૨ ઇંચ વરસાદ પડી જતા માર્ગો ઉપરથી પાણી વહેવા લાગ્યા હતા, જયારે બાબરા પંથકમાં પણ જોરદાર વરસાદ પડતા ક્ષણિકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ હતો જયારે ખાંભા પંથકમાં પણ અનરાધાર વરસાદ પડેલ હતો જેમાં ખાંભા ગીર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલા બાબરા અને ખાંભા તેમજ ધારી પંથકમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક ત્રાટકેલા વરસાદથી ખેડૂતોના ઊભા કપાસના પાક તેમજ માંડવી જેવા પાકને નુકસાની થયેલ હોવાનું જાણવા મળેલ છે, ચોમાસું સમય વીતી ગયેલ છતાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
Recent Comments