અમરેલી, તા.૧૨
અમરેલી જિલ્લામાં વિવિધ બનાવોમાં ચારના મોત નિપજ્યા હતા. જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામે રહેતી જયશ્રીબેન જ્યંતિલાલ વિઠ્ઠલદાસ અગ્રાવતની તેના ઘરે રસોઈ બનવી રહી હતી. ત્યારે અચાનક ગેસનો બાટલો ફાટતા તેનું દાજી જવાથી સારવારમાં મોત થયેલ હતું. જ્યારે બીજા બનાવમાં અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતો અને રેલવેમાં નોકરી કરતો ગૌતમ ભુપતભાઇ મકવાણાએ તેના મિત્રો પાસેથી તેમજ અન્યો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવામાં લાઠી તાલુકાના હીરાના ગામે રહેતો મહેશ પરષોત્તમભાઇ કાનાણી (ઉ.વ.૪૨)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરેલ હતો. જ્યારે ચોથા બનાવમાં ધારીના હીમખીમડીપરા રહેતો જગુભાઈ જીવાભાઈ ખાખડિયા (ઉ.વ.ર૪)ને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરેલ હતો.