અમરેલી તા.૯
અમરેલી જિલ્લા સાથે જોડતા ભાવનગર-રાજકોટ-જુનગઢ-અને સોમનાથ જિલ્લા સાથે જોડાતા વિવિધ નેશનલ હાઈવેના કામ ધીમી ગતિએ ચાલતા હોવાથી કામ સત્વરે પૂર્ણ કરવા ભાજપનાજ સાંસદ નારણ કાછડીયા દવારા કેન્દ્રીય મંત્રી માંડવિયાને રજુઆત કરવા દિલ્હી ધક્કા ખાવા પડે છે ભાજપના રાજમાં ભાજપની કામગીરીનો નાદાર નમૂનો સામે આવેલ છે.
અમરેલી જિલ્લાના સંસદીય વિસ્તારમાંથી જુદા જુદા જિલ્લા સાથે અમરેલીને જોડતા નેશનલ માર્ગના કામ અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી અમરેલીના સાંસદને રજુઆત કરવા દિલ્હી ધક્કા ખાવા પડે છે ગત તા.૬એ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાને દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાને રજૂઆત કરી હતી. અમરેલી જિલ્લાને જોડતા ભાવનગર ,રાજકોટ,જૂનગાઢ,અને સોમનાથ જિલ્લા સાથે જોડતા વિવિધ નેશનલ હાઈવેના કામો અત્યંત ધીમી ગતિએ ચાલતા હોવાથી માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી પડે છે,
ભાવનગર,તળાજા ,મહુવા,અને ઉના અને કોડીનાર,વેરાવળ ,સોમનાથ નેશનલ હાઇવે લંબાઈ-૨૫૬ કિમિ જે ૪૮૦૦ કરોડના ખર્ચે બનાવાય રહેલ છે તે માર્ગની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાએ કેદ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાને સત્વરે પૂર્ણ કરવા રજુઆત કરેલ હતી તથા ઉના-ધારી,ચલાલા,અમરેલી બાબરા,જસદણ,ચોટીલા,હાઇવે કુલ લંબાઈ ૨૮૦ કિમિ નો માર્ગ જેના માટે ૧૯૮૧ કરોડ મંજરુ થયેલ છે તેમજ નાગેશ્રી,ખાંભા,સાવરકુંડલા,લીલીયા,લાઠી,ઢસા હાઇવે કુલ લંબાઈ ૧૬૦ કિમિ માટે૧૧૨૦ કરોડ મંજરુ થયેલ છે.
ઉપરાંત મહુવા સાવરકુંડલા,અમરેલી,બગસરા,વડિયા જેતપુર નેશનલ હાઇવે કુલ લંબાઈ ૧૮૧ કિમિ માટે સરકાર તરફથી ૧૫૦૨ કરોડ મંજુર થયેલ છે. પરંતુ આ માર્ગનું કામ પણ શરૂ કરવામાં આવેલ નથી જેથી અમરેલીના સાંસદે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ મળી સત્વરે નેશનલ હાઈવેના કામો પૂર્ણ કરવા રજુઆત કરેલ હતી સાંસદના વિસ્તારમાં સરકરા દ્વારા કરોડો રૂપિયા માર્ગો માટે મંજુર કરેલ હોવા છતાં કામો શરૂ થતા નથી અને જે કામો શરૂ છે તે પૂરાં થયા નથી. ચૂંટણીઓ આવતા ભાજપના નેતાઓ જાહેરાતો કરી દે છે પણ પાછળથી કઈ થતું નથી ભાજપની આ નીતિ સામે ખુદ ભાજપના સાંસદે દિલ્હી ખાતે રજુઆત કરવા દોડવું પડે છે તે સત્ય હકીકત છે.