અમરેલી તા.૨૬
અમરેલી જિલ્લામાં આગામી ૫ તારીખથી શરૂ થનાર ધોરણ ૧૦/૧૨ ની પરીક્ષામાં જિલ્લામાં કુલ ૪૮ કેન્દ્રો માંથી ૧૩ સંવેદનશીલ તેમજ ૮ અતિસંવેદનશીલ કેન્દ્રો ઉપર કલેક્ટરની દેખરેખ નીચે તેમજ સીસીટીવી સહિતની નજર હેઠળ રાખવામાં આવશે. આ માટે વર્ગ ૧ અને ૨ અધિકારીઓની ખાસ રચના કરવામાં આવેલ છે અને તેવો દ્વારા સતત ચેકીંગ હાથ ધરવમાં આવશે. ઉપરોક્ત સંવેદન કેન્દ્રો વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રોને લાગુ નથી પડતા.
આગામી ૫ માર્ચથી રાજ્યભરમાં ધોરણ ૧૦/૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ ધોરણ ૧૦/૧૨ની પરીક્ષા માટે તંત્ર દ્વાર કામગીરી હાથ ધરવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં કુલ ૪૮ કેન્દ્રો ઉપર ૪૦,૫૦૦ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. જેમાંથી ૧૩ સંવેદનશીલ કેન્દ્રો તેમજ ૮ અતિસંવેદનશીલ કેન્દ્ર ઉપર કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે ધોરણ-૧૦માં કુલ ૨૮ કેન્દ્રોમાંથી ૮ સંવેદન કેન્દ્રો તેમજ ૪ અતિ સંવેદના કેન્દ્રો નોંધવામાં આવ્યા છે તેમજ એચ.એસ.સી.માં (સામાન્ય પ્રવાહ)માં ૫ સંવેદન અને ૪ અતિ સંવેદનશીલ કેન્દ્રો નોંધવામાં આવ્યા છે. આ કેન્દ્રો સીધા જ જિલ્લા કલેકટર આયુષકુમાર ઓકની સૂચના અને માર્ગદર્શન નીચે રહશે.