અમરેલી, તા.૧૫
ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયાની પરીક્ષા રદ કરી લાખો બેરોજગાર યુવાનોના ભાવિ સાથે કરેલા અન્યાયના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા, રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજ્યની ભાજપ સરકાર દ્વારા બિન સચિવાલય ક્લાર્ક સહિતની જગ્યા માટે લેવાનાર પરીક્ષા રાતોરાત અચાનક રદ કરવાના બનાવમાં સમગ્ર ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે મજાક કરવાના બનાવમાં સરકાર સામે બેરોજગારો યુવાનોએ વિરોધ શરૂ કરી દીધો હતો. સરકાર દ્વારા અગાઉ ફોર્મ ભરતી વેળા ધો.૧૨ પાસ લાયકાત હતી અને પરીક્ષા કોલ લેટર રવાના કર્યા બાદ ગ્રેજ્યુએશન વાળા અરજદારો પરીક્ષા આપી શકશે તેવી જાહેરાત કરી દીધા બાદ તમામ અરજદાર યુવાનોમાં સરકાર પ્રત્યે નારાજગી વ્યાપી છે. બેરોજગાર યુવાનો સાથે સરકારની નીતિ સામે અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા જીવરાજ મેહતા ચોક, રાજકમલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સવારના ૧૦થી ૧ સુધી ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપેલ હતું.આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના વિપક્ષી નેતા સંદીપ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જનક પંડ્યા અમરેલી જિલ્લા લોક સરકાર ઇન્ચાર્જ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ નિરાભાઈ અખબરી અમરેલી તાલુકા કાેંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી મહામંત્રી વિપુલ પોકિયા જિલ્લા પંચાયતના સદસ્ય કેહુરભાઈ ભેડા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તલાવિયા જિલ્લા પંચાયત અમરેલી બાંધકામ સમિતિ ચેરમેન શંભુભાઈ ધાનાણી દિનેશ ભંડેરી અમરેલી શહેવના વેપારી અગ્રણી જીતુભાઇ ગોળવાળા શિક્ષણ વીદ વસરા નગરપાલિકા સદસ્ય હંસાબેન જોશી બી.કે. સોલિયા ચંદુ બારૈયા યુવક કોંગ્રેસના ભાવેશ પીપળિયા દેવરાજ બાબરિયા ભાવિન ત્રિવેદી સુભાસ જાદવ ઓબીસી સેલના નારણ મકવાણા જમાલ મોગલ જિલ્લા મીડિયા સેલ પ્રમુખ શરદ મકવાણા જેપી સોજીત્રા એન.એસ.યુ.આઈ.ના જિલ્લા ઉપપ્રમુખ હિરેન ટીમાંણિયા વસંત કાબરિયા દિનેશ તારપરા હરપાલ બારડ હાર્દિક બડમલિયા અક્ષય કોટડિયા મકવાણા વિનય સોહિલ ભટ્ટી હરેશ ભીલ નીતિન ગોંડલિયા સહિતના જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેલ ફ્રન્ટલના પ્રતિનિધિઓ તથા તમામ કોંગ્રેસના કાર્યકરો અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.