અમરેલી,તા.૨૦
અમરેલી જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપ પ્રમુખની પ્રથમ ટર્મની મુદ્દત પુરી થતા આજે અમરેલી જિલ્લા કલેકટર આયુસકુમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને બીનહરીફ જાહેર કરેલ હતા, જેમાં પ્રમુખ તરીકે રવજીભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે હાર્દિકભાઈ કાનાણીને બિનહરીફ જાહેર કરેલ હતા, કોંગ્રેસ શાષિત અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મમાં જેનીબેન ઠુમ્મરે પ્રમુખ પદ સાંભળ્યા બાદ જિલ્લા પંચાયતનું શાસન સુંદર રીતે ચલાવાયું હતું.
સ્થાનીક સ્વરાજ્યની નગરપલિકાઓ અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખોની ચૂંટણીમાં કોંગ્રેસમાં આંતરકલહ જોવા મળેલ હતો. તેમ છતાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો હતો. જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસના એક મહિલાએ પ્રબળ દાવેદારી કરી હતી. પરંતુ તેવો આજની ચૂંટણીમાં ગેરહાજર રહ્યા હતા.
અમરેલી જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ

Recent Comments