અમરેલી, તા.૨૩
અમરેલી જિલ્લાના ધારી તાલુકાની ત્રણ અને વડિયા તાલુકની એક બેઠક મળી કુલ ચાર બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજે જાહેર થતાં ધારી તાલુકાની દીતલા બેઠક ઉપરથી કોંગ્રેસના વિલાસબેન મહેન્દ્રભાઈ લાલકિયા ૬૮ મતે વિજેતા જાહેર થયા હતા. જયારે વીરપુર બેઠક ઉપરથી જયાબેન મકવાણા ૧૯૪ મતે કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા હતા. જયારે ગોપાલ ગ્રામ બેઠક ઉપરથી ગૌતમભાઈ હકુભાઇવાળા ૩૮૮ મતેથી વિજેતા થયા હતા. આમ ધારી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ત્રણે ત્રણ બેઠક કોંગ્રેસે હાંસિલ કરી છે.
જયારે વડિયા તાલુકાના સનાળી બેઠક ઉપરથી પરષોત્તમભાઇ રવજીભાઈ આકોલીયા ભાજપમાંથી ૨૪ મતે વિજય થયેલ હતા આમ અમરેલી જિલ્લાની તાલુકા પંચાયતની ચાર પૈકી ૩ બેઠક ઉપર કોંગ્રેસ જાળવી રાખતા જિલ્લના કોંગી કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.