અમરેલી, તા.૨
અમરેલીના ભાટિયા શેરીમાં ટ્યુશન ક્લાસીસના મકાનની દીવાલ ધરશાયી થતાં ટ્યુશનમાં આવેલ બે બાળકો તેમજ ટ્યુશન લેતા એક શિક્ષિકાને ઇજા થયેલ હતી.
અમરેલીના ભાટિયા શેરીમાં એક જર્જરિત મકાનમાં ટ્યુશન ચલાવાઈ રહ્યું હતું. જેમાં સાંજે આ જર્જરિત મકાનની દીવાલ ધરશાયી થતા ટ્યુશનમાં આવેલ બાળકો ઉપર પડતા બે બાળકો દીવાલ નીચે દબાઈ ગયા હતા અને ઇજા થતાં બંને બાળકોને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્યુશન ભણાવતા એક શિક્ષિકાને પણ સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે. ઇજા પામનાર બે બાળકોમાં મોહમ્મદ મુસ્તકીમ (ઉ.વ.૭) તેમજ સાદ અમીનભાઈ સોલંકી (ઉ.વ.૧૧)ને ઇજા થયેલ હતી. આ અંગે સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે.