અમરેલી, તા.રપ
અમરેલીમાં પાલિકામાં ૧૫૦ થી વધુ સફાઈ કર્મીઓને છુટા કરવાના બનાવમાં કેટલાક દિવસથી ચાલી રહેલ સફાઈ કર્મીઓની હડતાળ બાદ સોમવાર સુધીમાં કોઈ નિર્ણય ના આવે તો મંગળવાર સવારે બે સફાઈ કર્મીઓ દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.આજે અમેરલી નગરપાલિકાના ચીફ ઓફિસર હુણ રજા ઉપર હોવાથી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરના ચાર્જમાં રહેલ બગસરાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી દ્વારા સફાઈ કર્મીઓ સાથે સવારે મીટીંગ કરી દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી તેમાં છતાં સફાઈ કર્મીઓ પોતાની જીદ ઉપર અડગ રહેલ હતા,ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ નગરપાલિકા કમિશ્નર દ્વારા ઠરાવ કરી સફાઈ કર્મીઓને છુટા કરવામાં આવેલ હોઈ જેથી પાલિકાના પ્રમુખ દ્વારા આ ઠરાવ રદ કરવા તમામ સભ્યોની સંમતિ હોઈ અને તેના માટે સામાન્ય સભા બોલાવી પડે તેમ હોઈ જેથી સફાઈ કર્મીઓને સમજાવી તેની સમય મર્યાદા માંગી સમાધાન કરી નીવડો લાવવા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી દ્વારા સમજાવામાં આવેલ હતા તેમ છતાં સફાઈ કર્મીઓ પોતાની જીદ ઉપર અડંગ હોઈ અને હડતાલ શરૂ રાખવા જીદ રાખેલ છે ત્યારે કાલે સવારે મંગળવારે સફાઈ કર્મીઓ પોતાની માંગણી માટે આત્મવિલોપન નો માર્ગ અપનાવશે કે કેમ સૌ કોઈ ચિંતિત પરિસ્થિતિમાં જોવા મળેલ છે.