અમરેલી,તા.૨૨
અમરેલી નગરપાલિક દ્વારા ૨૦૧૬/૧૭ દરમ્યાન ઓજી વિસ્તારમાં વિકાસના કામ માટે વાપરવાની ગ્રાન્ટ અન્ય કામોમાં તેમજ ઓજી વિસ્તાર સિવાય અન્ય ખાનગી સોસાયટીમાં વાપરી નાખતા કરોડો રૂપિયાના કૌભાંડ સામે સામાજિક કાર્યકર નાથાલાલ સુખડીયા દવારા ગાંધીનગર તેમજ હાઇકોર્ટમાં ફરિયાદ કરેલ હતી અને તે ફરિયાદને લઇ જેતે સમયના તત્કાલીન નગરપાલિકા ના મહિલા પ્રમુખને આજે ભાવનગર પ્રાદેશિક કમિશ્નર નાગપાલિકાઓની કચેરી ખાતે હાજર રહેવા જણાવેલ હતું. જેમાં તત્કાલીન મહિલા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા હાજર રહી તારીખની મુદત માંગતા પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા તેમને ૫/૩/૨૦૧૯ની તારીખ આપેલ હતી અને તેમની સામે વસુલાત કેમ ના કરવી તે અંગે ખુલાશા આપવા જણાવાયેલ હતું, અને આવતી તારીખમાં પુરાવા હોઈ તો તે રજુ કરવા હાજર રહેવા જણાવેલ હતું.
જ્યારે આ કામના ફરિયાદી નાથાલાલ સુખડિયાએ પ્રાદેશિક કમિશ્નરમાં રજૂઆત કરી હતી કે તેમની ફરિયાદને લઇ થયેલ તપાસના કામે નગરપાલિકા દ્વારા સીસી રોડ સહિતના કોમામો ૩.૫૫ કરોડના ભ્રસ્ટાચાર સામે પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા માત્ર અધૂરી રીતે માત્ર ૭૦ લાખ ૬૪ હજારની રિકવરી માટેની નોટિસ મોકલી હતી તેની સામે તેમણે ૩.કરોડ ૫૫ લાખ ૨૦ હજાર ૪૦૧ના કૌભાંડ થયેલ હોવાની રજૂઆત કરી પુરાવાઓ આપેલ હતા જેથી આ મામલે ભાવનગર પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ કચેરી દ્વારા નાથાલાલ સુખડિયાના પુરાવાઓના આધારે ૩.૫૫ કરોડની રિકવરીની અંગે કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી.