(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧પ
અમરેલી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પોતાના લાગતા-વળગતા નિવૃત્ત થયેલા કર્મચારીઓને ફિક્સ પગારમાં નોકરી ઉપર લઈ પાલિકાની તિજોરીને આર્થિક ફટકો મારવામાં આવી રહેલ છે. પાલિકામાં ઓવર સ્ટાફ હોવા છતાં પણ ખાનગી એજન્સીની નિમણૂંક કરી બિનજરૂરી પગાર ચૂકવવા અંગે પાલિકાના જ કર્મચારીઓ દ્વારા પાલિકાની તિજોરીને આર્થિક નુકસાન કરનારા સામે પગલા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ હતી.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી નગરપાલિકામાં ઓવર સ્ટાફ હોવા છતાં પણ સત્તાધીશો દ્વારા બિનજરૂરી ભરતી કરવામાં આવી રહેલ છે. સરકારના પરિપત્ર મુજબ પાલિકાના સત્તાધીશો સીધી ભરતી કરી શકતા નથી. પરંતુ પોતાના માનીતાઓને ફિક્સ પગારમાં નોકરી ઉપર રાખવા માટે એક ખાનગી એજન્સી સાથે કરાર કરવામાં આવેલ છે. સત્તાધીશો દ્વારા પોતાના માણસોને પાલિકામાં રાખવા ખાનગી એજન્સીમાં નામ ચડાવી દેવામાં આવે છે અને પાલિકામાં જરૂરત ન હોવા છતાં પણ પાલિકાની તીજોરીને આર્થિક ફટકો મારવામાં આવી રહેલ છે. પાલિકામાં બિનજરૂરી ભરતી કરી પાલિકાની તીજોરીને આર્થિક નુકસાન અંગે સરકાર દ્વારા પાલિકાની નાણાકીય જવાબદારી સંબંધકર્તા અધિકારીની નક્કી કરવા માગણી કરવામાં આવેલ હતી. પ્રજાના પરસેવાના નાણાં ભ્રષ્ટાચારમાં અટવાતા બચાવવા ચીફ ઓફિસર વિરૂદ્ધ ખુદ પાલિકાના જ કર્મચારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવતા ભારે ચકચાર જાગેલ હતી.
અમરેલી પાલિકામાં ઓવર સ્ટાફ હોવા છતાં સત્તાધીશો દ્વારા નિવૃત્ત કર્મીઓને નોકરી પર રખાયા

Recent Comments