(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૭
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના ૬ વોર્ડમાં સફાઈ અંગેનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે તે એજન્સી સામે ત્રણ દિવસમાં પોલીસ ફરિયાદ કરવા નગરપાલિકાના પ્રાદેશિક કમિશર ભાવનગર દ્વારા અમરેલી ચીફ ઓફિસરને આદેશ કરતો હુકમ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
અમરેલી નગરપાલિકા કચેરીના આરોગ્ય શાખા દ્વારા શહેરના ૧થી ૫ અને ૧૧ વોર્ડ સહીત કુલ ૬ વોર્ડમાં સફાઈ અંગેનો હરિઓમ કન્ટ્રક્શન એજન્સીને આપવામાં આવ્યો હતો અને આ એજન્સી દ્વારા ઉપરોક્ત વોર્ડમાં ફરિયાદ મળતા અને કામગીરી નહિં કરતા હોવાની ફરિયાદો તેમજ કલેકટર અધ્યક્ષાતમાં મળેલ મિટિંગમાં આ એજેન્સીની ફરિયાદો મળેલ હતી તેમજ સાંસદ કાછડીયા દ્વારા પણ આ એજન્સીની ગંભીર ફરિયાદો કરેલ હતી, જે અંગે શહેર વિકાસ સમિતિ દ્વારા પાલિકાના ચૂંટાયેલ ૪૪ સભ્યો પૈકી ૩૭ સભ્યોની સહીઓથી તા.૧૪/૨/૨૦૨૦ના રોજ ઠરાવ પસાર કરવામાં આવેલ હતો જેમાં એજન્સીના માલિક પ્રકાશ હરિભાઈ પરમાર દ્વારા કોન્ટ્રાક્ટમાં ગંભીર બેદરકારી કરી કામગીરી નહિં કરી શહેરમાં ગંદકીનો માહોલ છવાયેલ હોઈ જેથી તેમને કોઈ બિલ પાસ ના કરવા અને એજન્સીને બ્લેકલિસ્ટ કરી પોતાના કબ્જામાં રાખેલ વાહનો પાલિકાના સોંપેલા નથી તેમજ ગાંધીનગર શહેરી વિકાસની કચેરીમાં સાયકલોના ટેન્ડર માટે પાલિકાના ચીફ ઓફિસરના ખોટા સહીઓ સિક્કા વાળા ડોક્યુમેન્ટ રજૂ કરી ગંભીર બાબતનો ગુનો કરેલ હોવા અંગે ઉલ્લેખ કરેલ હતો અને જેથી તેની સામે પોલીસ ફરિયાદ કરવા ઠરાવમાં ઉલ્લેખ કરેલ હતો તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ ફરિયાદ નહિં કરી ઉપરાંત હરિઓમ કંટ્રાન્કશન એજન્સીને ૬૦ લાખના બીલો પાસ કરવા પેરવી કરી હતી જેથી શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રા દ્વારા ત્રણ દિવસ પહેલા ચેરમેન પદેથી રાજીનામું આપી દેતા આ બાબતે મુખ્યમંત્રી કચેરી દ્વારા પ્રાદેશિક કમિશરને પત્ર કરી કાર્યવાહી કરવા પત્રમાં જાણાવ્યું હતું જે અંગે નગરપાલિકાઓ પ્રાદેશિક કમિશર ભાવનગર દ્વારા એજન્સી માલિક પ્રકાશ હરિભાઈ પરમાર સામે ત્રણ દિવસમાં પોલીસ ફરિયાદ કરવા હુકમ કરતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.