અમેરલી, તા.૧૪
અમરેલીના સુખનાથપરામાં રહેતી એક યુવતીને અમરેલીના વિવેક રાફેકાનો અનીલભાઈ ત્રિવેદી નામના શખ્સે સોશિયલ મીડિયા ફેસબુકના માધ્યમથી પરિચય કરી તેની સાથે મિત્રતા બાંધી યુવતીને ભોળવી તેની સાથે લગ્ન કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતા અને યુવતી સાથે બિભત્સ ચેનચાળા કરવા અંગે યુવતીએ અમરેલી સિટી પોલીસમાં ઉપરોક્ત યુવાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.