અમરેલી, તા.૧૯
અમરેલી જિલ્લાના લોક સરકારના ઈન્ચાર્જ સંદીપ પંડ્યા દ્વારા અમરેલી શહેરના રોડ-રસ્તા અતિ બિસ્માર હાલતમાં હોય જે તાત્કાલિક રિપેરીંગ કરવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.
અમરેલી શહેરના લોકો તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવેલ કે અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટરના કારણે રોડ તોડેલ છે જેનાથી વારંવાર અકસ્માત થાય છે, અને થોડા દિવસ પહેલા અમરેલી શહેરમાં વરસાદના કારણે અમરેલી શહેરના ચિતલ રોડ, લાઠી રોડ, સરદારનગર, ગજેરાપરા, હનુમાનપરા, સ્ટેશન રોડ, કેરિયા રોડ, લાયબ્રેરી રોડ, સહિત તમામ વિસ્તારના માર્ગ અતિ બિસ્માર હાલતમાં હોવાથી અકસ્માત થવાની સંભાવના ખૂબ હોય જેનાથી શહેરના સ્થાનિક લોકો અતિ હાલાકી ભોગવી રહ્યા છે, રાહદારીઓને અને વાહનચાલકો ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે રહ્યો હોય, આ વિસ્તારમાં અમરેલી જિલ્લાની મોટી સિવિલ હોસ્પિટલ પણ આવેલ છે, અને અવાર-નવાર દર્દીઓને રાજકોટ, અમદાવાદ જેવા શહેરમાં રીફર કરવામાં આવતા હોય, આથી તાત્કાલિક અસરથી આપની કક્ષાએથી રોડ રસ્તા રિપેરીંગ કરવાની રજૂઆત કરી છે.