અમરેલી, તા.૨૮
અમરેલીની સગીરા ઉપર ૬ શખ્સો દ્વારા બળજબરીપૂર્વક ગુજારવામાં આવેલ સામૂહિક દુષ્કર્મ મામલામાં આજે પોલીસે સગીરાના મસીયાઈ ભાઈની ધરપકડ કરી હતી અને જે જે જગ્યાએ સગીરા ઉપર રેપ કરવામાં આવેલ હતો તે જગ્યાએ પોલીસ દ્વારા એફએસએલની ટીમ સાથે પરીક્ષણ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીનો લેબોરેટરી નમૂના લેવામાં આવેલ છે.
અમરેલીના બ્રાહ્મણ સોસાયટીમાં રહેતી એક સગીરા ઉપર તેના માસીના દીકરા સહિત ૬ શખ્સોએ ચાલુ કારમાં જુદી જુદી જગ્યાએ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચરવાના કેસમાં ગઈકાલે ભોગ બનનાર સગીરાએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની સૂચના મુજબ તમામ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે, જેમાં સગીરા દ્વારા ફરિયાદમાં આરોપી નંબર ૧ તરીકે દર્શવામાં આવેલ છે. તે સગીરાનો માસીનો દીકરો પિયુષ લાલજીભાઈ જાદવ રહે નરોડા અમદાવાદવાળાની આજે પોલીસે ધરપકડ કરેલ હતી અને તેના લેબોરેટરી માટે નમૂના પોલીસ દ્વારા લેવામાં આવેલ છે તેમજ સગીરાને સાથે રાખી પોલીસ દ્વારા જે જે જગ્યાએ સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવેલ હતું તે જગ્યાએ એફએસએલની ટીમ દ્વારા ઝીણવટ ભર્યા પુરાવાઓ એકઠા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે સગીરાના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ સાથે પકડાયેલ પિયુસના સેમ્પલ મેળવામાં આવશે. આ સામૂહિક દુષ્કર્મ કેસમાં હજુ કંઈક લોકોના નામ ખુલે તેવી પ્રબળ શક્યતા દર્શવાઈ છે તેમજ આરોપીઓના મોબાઈલ કોલ ડીટેલ તેમજ પોલીસ બાતમીદારોની મદદથી આ કેસના આરોપીઓ સુધી પહોંચવા પોલીસ સઘન તપાસ ચલાવાઈ રહી છે.