(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૧
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના ૧ થી ૫ તેમજ ૧૧ નંબરના વોર્ડમાં સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરો ઉપાડવા આપેલ કોન્ટ્રક્ટ એજેન્સી દવારા છેલ્લા ચાર માસથી શહેરમાં ગંદકી તેમજ કચરાનો સફાઈ નહિ કરી માત્ર બીલો ઉઘરાવી લેતા હોવાની ફરિયાદો ઉઠતા અમરેલી શહેર વિકાસ સમિતિ દ્વારા પાલિકાના ૩૭ સદસ્યોની સહિઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી આ એજેન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગણી કરી હતી.
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ અને ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી કરવા હરિઓમ કન્સ્ટ્રકશન એજેન્સીને ૨૦૧૮/૧૯ માં કોન્ટ્રકટ આપાયેલ હતો અને વર્ષના અંતમાં કોન્ટ્રક્ટ પૂરો થતા ફરી વખત આજ એજેન્સીને કોન્ટ્રક્ટ મળેલ હતો જેમાં ગત વર્ષના ઓક્ટોબર નવેંબર/ડિસેંબર તેમજ ચાલુ વર્ષનાજાન્યુઆરી માસના મળી ચાર મહિના દરમ્યાન આ એજેન્સી દ્વારા શહેરના ૧ થી ૫ તેમજ ૧૧ વોર્ડમાં નિયમિત સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી થયેલ ના હોઈ જેથી પાલિકાના સદસ્યોને શહેરી જનોમાંથી વારંવાર સફાઈ અને કચરા નિકાલ બાબતે ફરિયાદો ઉઠતા તેમજ અમરેલી શહેર વિકાસ સમિતિ દ્વારા આ બાબતે ફરિયાદોને ધ્યાને લઇ પાલિકાના ૩૭ સદસ્યોએ સહીઓ કરી ચીફ ઓફિસરને લખેતીમાં ફરિયાદ આપી હરિઓમ કન્સ્ટ્રક્શન એજેન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગણી કરી હતી.