અમરેલી, તા.રપ
અમરેલી એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીઓ કરનાર ગેંગના સભ્યોને વોચ ગોઠવી પકડી પાડી ચોરીઓમાં ગયેલ વાહનો, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ રીકવર કરી અમરેલી જિલ્લા તથા ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં થયેલ દસથી વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલ આરોપીઓમાં મનોજ ઉર્ફે વિજય બચુભાઈ સાંથળિયા, રાજુભાઈ ધીરૂભાઈ વેગડ, ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક સાંસાભાઈ ઉર્ફે પાંચાભાઈ સોલંકી, મહિપત લક્ષ્મણભાઈ સોલંકી અને વિનુભાઈ દેવજીભાઈ પંચાસરાનો સમાવેશ થાય છે તેમજ આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા કિં.રૂા.૪૦,૦૩૩, રોકડ રકમ રૂા.પ,૦૦૦, ટીવી કિં.રૂા. ૧૭,૦૦૦, લેપટોપ કિં.રૂા.૧૦,૦૦૦ મોબાઈલ ફોન નંગ-૬ કિં.રૂા.૩પ,પ૦૦ અને વાહનો સહિત કુલ ૩,ર૮,૪૮૩નો મુદ્દામાલ ઝડપાયો છે.
અમરેલી સહિત જુદા-જુદા જિલ્લાઓમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી અમરેલી એલસીબી

Recent Comments