(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
અમરોલી વિસ્તારના કોસાડ ગામની અંજની ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી વિભાગ-૨ના કારખાનામાં કામ કરતો બિજય આરક્ષિત મલિક ગત તા.૮મી એપ્રિલના રોજ રાત્રિના અરસામાં અંજની ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીના ત્રણ રસ્તા પાસેની નહેર પાસેથી પસાર થતો હતો. ત્યારે કેટલાક અજાણ્યા ઇસમેએ આ યુવકના માથાના ભાગે પથ્થર તેમજ ચહેરાના ભાગે ઇજા પહોચાડી નાસી છૂટ્યા હતા. આ યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન આજે મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.