(એજન્સી) અમરોહા, તા.૨૨
ઉત્તરપ્રદેશના અમરોહામાં પોલીસે અત્યંત બરહેમીથી એક ગરીબ મુસ્લિમ મજૂરની માર મારીને હત્યા કરી નાખી છે. યુપી પોલીસે ગેરકાયદે ખાણકામના આરોપી હાશિમ નામના શખ્સને ટ્રેકટર સાથે બાંધી ખેંચી, જમીન પર સુવડાવી એટલો માર માર્ય કે તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. અહેવાલો અનુસાર અમરોહાના સૈદપુર ઇમ્મામાં એક કારમાં સવાર ચાર પોલીસ કર્મીઓએ એક ખેડૂતની બરહેમીથી માર માર્યા બાદ ધારદાર હથિયારથી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પીડિતના પરિવાજનોએ કહ્યું કે, ખેતરમાંથી ટ્રેકટર-ટ્રોલી લઇને શેરડી ભરવા જઇ રહેલા ખેડૂતને ગેરકાયદે ખાણકામનો આરોપ લગાવી પોલીસે મારઝૂડ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને જ્યારે તે મરી ગયો ત્યારે તેની લાશને ટ્રેકટરની આગળ નાખી દીધી હતી. દરમિયાન ભડકેલા ગ્રામજનોએ ખેડૂતના મૃતદેહને માર્ગ પર મુકી ચક્કાજામ કર્યો હતો. હોબાળો થતા એસપીએ એક અધિકારી અને એક પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધો હતો. આ અંગે બે અજાણ્યા લોકો સહિત ચાર પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાઇ છે. અહેવાલો અનુસાર ઘટના સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે બની હતી. આ અંગે નૌગાંવ સાદાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઇમ્માના નિવાસી શરીફે કહ્યું છે કે, ૨૪ વર્ષનો તેમનો જમાઇ હાશિમ તેમના પુત્ર આલમનું ટ્રેકટર અને ટ્રોલી લઇ ખેતરમાંથી શેરડી ભરવા જઇ રહ્યો હતો ત્યારે માર્ગમાં એક પ્રાઇવેટ કારમાં સવાર પોલીસ અધિકારી ગજેન્દ્ર શર્મા, સિપાહી સતીશ તથા બે અન્ય કર્મીઓએ હાશિમને રોકી લીધો હતો. દરમિાયન ચારેય પોલીસ કર્મીઓએ હાશિમને બરહેમીથી માર માર્યો હતો અને એટલે સુધી કે તેનું મોત થયુંત્યાં સુધી તેને મારતા રહ્યા હતા.