(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૦
રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપર નિર્ભર ધો.૧૦ અને ૧૨ સુધીના વર્ગો ચલાવતી શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ૧થી ૩ શ્રેષ્ઠ શાળાઓને પસંદ કરી, તેમને ઈનામોથી નવાજવાની સરકાર દ્વારા પાછલા પાંચ વર્ષથી યોજના ચલાવામાં આવી રહ્યી છે. પરંતુ આ યોજનામાં ભાગ લેવામાં શાળાઓનું વલણ અત્યંત નિરાશાજનક હોવાનું સપાટી પર આવ્યું છે.
રાજ્ય સરકારના આ યોજનામાં ભાગ લેવા માટે અરજી કરવાની આગામી તા.૨૫મી સપ્ટેમ્બરની અંતિમ તારીખ છે. આ માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને ત્રણ-ત્રણ વખત પરિપત્રો કરવા પડ્યા હતા. ત્યારે માંડ સાત જ શાળાઓ તરફથી અરજી મળવા પામી છે.
જે બાબત અત્યંત આશ્ચર્ય પમાડનાર છે. આ બાબત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકારી ગ્રાન્ટ ઉપર નભતી કોઇપણ શાળા સંચાલકોને પોતાની શાળાને શ્રેષ્ઠ શાળા તરીકેની પસંદગીમાં કોઇ જ ઝાઝો રસ નથી.
દર વર્ષની જેમ ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન પણ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ શાળાઓની પસંદગી માટેના આવેદનો ધો.૧૦ અને ૧૨ સુધીના વર્ગો ધરવાતી ગ્રાન્ટ લેતી શાળાઓ પાસેથી મંગાવ્યા છે. આ માટે આવેદન આપવાની અંતિમ તા.૨૫મી સપ્ટેમ્બર સુધીની છે. સુરત-સુરત જિલ્લામાં સરકારી ગ્રાન્ટ ઉપર નભતી ૧૯૯ જેટલી શાળાઓ આવેલી છે. પરંતુ આ શાળાઓ પૈકીની માંડ સાત જ શાળાઓએ આ વખતે પોતાને શ્રેષ્ઠ શાળા તરીકેની પસંદગી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજીઓ કરી છે. પરંતુ જ્યારે અન્ય શાળાઓ દ્વારા આ માટે કોઇ જ રસ દાખવવામાં આવતો નથી.
ઉપરાંત, સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂ દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળાની પસંદગી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી સરકારી નીતિ નિયમોને આધિન દરેક શાળાની રૂબરૂ મુલાકાત લઈ, તે શાળાઓની વિગતોની યાદી તૈયાર કરી, તેને જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યા બાદ તેને સરકારમાં મોકલવામાં આવશે.
અમલી શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક યોજનાને મળી રહેલો અત્યંત નબળો પ્રતિસાદ

Recent Comments