મુંબઈ, તા.૭
મુંબઈમાં અમાફા ફાઉન્ડેશન એનજીઓએ નાગપાડા જંકશન પર ૨ સેકન્ડ કોમ્યુનિટી ફ્રિજ ધારાસભ્ય અમીન પટેલના હસ્તે મૂક્યું છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસ રોગચાળાથી લોકોનું કાર્ય બંધ છે. લોકોને ઘણી વસ્તુઓથી પરેશાની આવે છે. આવી સ્થિતિમાં અમાફા ફાઉન્ડેશનની એનજીઓએ મુંબઈના વિસ્તારોમાં ફ્રિજ રાખીને એક અલગ ઓળખ બનાવી રહી છે. મુંબઈમાં અમાફા ફાઉન્ડેશનએ કોમ્યુનિટી ફ્રિજની શરૂઆત મુંબઈના અંધેરી મરોલમાં કરી હતી હવે આજે નાગપાડામાં બીજું કોમ્યુનિટી ફ્રિજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી મિલિંદ દેવરાના સમર્થનથી ધારાસભ્ય અમીન પટેલના સહયોગથી આ ફ્રિજ અમીન પટેલના હસ્તે મુંબઈના નાગપાડામાં રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અમીન પટેલ, નગર સેવક જાવેદ જુણેજા, ફિલ્મ અભિનેતા રૂશાદ રાણા, પ્રિન્સ અલીખાન હોસ્પિટલના ડો.સુલૈમાન, અમાફા ફાઉન્ડેશનના પ્રમુખ ઝુહરા મોરબીવાળા, તૈયબ મોરબીવાળા, સ્થાપક મુફાઝલ શાકિર, જોહર દિવાન, અબરાર ટોપીવાલા, મીડિયા ઈન્ચાર્જ સાદિયા મર્ચન્ટ, શોએબ મયાનુર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમાફા ફાઉન્ડેશન એનજીઓના દરેક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.